જતા-જતા અમેરિકી નાગરિકોને ખુશ કરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, લોકોને મળશે આર્થિક મદદ
નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને પેકેજ પર સહી કરવા માટે ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો આ પેકેજ પર સહી ન થઈ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આખરે કોરોના વાયરસ રાહત પેકેજ (Covid 19 relief package) પર હસ્તાક્ષર કરી દીધા છે. વ્હાઈટ હાઉસે રવિવારે જાહેરાત કરતા કહ્યું કે રાષ્ટ્રપતિએ રાહત પેકેજ પર હસ્તાક્ષર કરી નાખ્યા. હવે કોરોના પ્રભાવિતોને સરકારી મદદ મળવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પેકેજને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. તેમના આ વલણની અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને આકરી ટીકા કરી હતી.
ટ્રમ્પે જતાવી હતી આપત્તિ
વ્હાઈટ હાઉસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 900 બિલિયન અમેરિકી ડોલરના કોરોના વાયરસ રાહત પેકેજ પર હસ્તાક્ષર કરી દીધા છે. અત્રે જણાવવાનું કે મહિનાઓ સુધી ચાલેલી વાતચીત બાદ સેનેટે ગત સોમવારે આ રાહત પેકેજને મંજૂરી આપી હતી. આ પેકેજમાં જે અમેરિકનો વાર્ષિક $75,000 કરતા ઓછી કમાણી કરે છે તેમને 600 ડોલરનો ચેક આપવાની જોગવાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જોગવાઈ પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું હતું કે મદદની રકમ વધારવી જોઈએ.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube